PM Garib Kalyan Anna Yojana:પ્રધાનમંત્રી ગરીબ ક્લ્યાણ અન્ન યોજના 2023

PM Garib Kalyan Anna Yojana 2023: રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 (N.F.S.A.) હેઠળ સમાવિષ્ટ રાજ્યના 71 લાખથી વધુ રેશનકાર્ડ ધારક કુટુંબોની 3.50 કરોડ જનસંખ્યાને “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” હેઠળ જૂન-2023 માસનું વિનામૂલ્યે અનાજ (ઘઉં અને ચોખા)નું વિતરણ તથા રાજ્ય સરકારની તુવેરદાળ, ચણા, ખાંડ તથા મીઠાના રાહત દરના સંબંધિત યોજનાઓની અગત્યની જાણકારી

PM Garib Kalyan Anna Yojana

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત 71 લાખથી વધુ રેશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે અને રાહત દરે અનાજ વિતરણની માહિતી મેળવો. જૂન મહિનો 2023માં મળવાપાત્ર તમામ અનાજના જથ્થાની વિગતો આ લેખમાં આપડે વાત કરીએ.

જૂન 2023 વિનામૂલ્યે મળવાપાત્ર અનાજના જથ્થાની વિગત નીચે મુજબ છે.

અનાજકેટેગરીમળવાપાત્રભાવ
ઘઉંઅંત્યોદય કુટુંબો (AAY)કાર્ડ દીઠ 15 કિ.ગ્રા.વિનામૂલ્યે
ઘઉંઅગ્રતા ધરાવતા કુટુંબો (PHH)વ્યક્તિદીઠ 2 કિ.ગ્રા.વિનામૂલ્યે
ચોખાઅંત્યોદય કુટુંબો (AAY)કાર્ડ દીઠ 20 કિ.ગ્રા.વિનામૂલ્યે
ઘઉંઅગ્રતા ધરાવતા કુટુંબો (PHH)વ્યક્તિદીઠ 3 કિ.ગ્રા.વિનામૂલ્યે

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના

જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ જૂન 2023 માસમાં લાભાર્થીઓને રાહત દરે મળવાપાત્ર અન્ય આવશ્યક ચીજવસ્તુઓના જથ્થાની વિગત નીચે મુજબ છે.

અનાજકેટેગરીમળવાપાત્રભાવ પ્રતિ કિ.ગ્રા. રૂપિયા
તુવેરદાળN.F.S.A. રેશનકાર્ડ ધારકો (અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબો)કાર્ડ દીઠ 1 કિ.ગ્રા.50
ચણાN.F.S.A. રેશનકાર્ડ ધારકો (અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબો)કાર્ડ દીઠ 1 કિ.ગ્રા.30
ડબલ ફોર્ટીફાઈડ સોલ્ટ (મીઠું)અંત્યોદય કુટુંબો, અગ્રતા ધરાવતા કુટુંબો અને બીપીએલ કુટુંબોકાર્ડ દીઠ 1 કિ.ગ્રા.1
ખાંડઅંત્યોદય કુટુંબો3 વ્યક્તિ સુધી કાર્ડ દીઠ 1 કિ.ગ્રા.
3 થી વધુ વ્યક્તિદીઠ 0.350 કિ.ગ્રા.
15
ખાંડબીપીએલ કુટુંબોવ્યક્તિદીઠ 0.350 કિ.ગ્રા.22

“My Ration” મોબાઈલ એપ્લિકેશન

દરેક લાભાર્થીને “My Ration” મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવા ખાસ વિનંતી છે. આ એપ્લીકેશનથી આપને મળવાપાત્ર અનાજના જથ્થાની વિગતો, વિતરણ ભાવ, મેળવેલ જથ્થો, ઓનલાઈન રિસિપ્ટની વિગતો મેળવી શકશો. કોઈ પણ લાભાર્થી પોતાને મળવાપાત્ર અનાજના જથ્થાની વિગતો www.ipds.gujarat.gov.in પોર્ટલ પરથી “તમને “મળવાપાત્ર જથ્થા” પર ક્લિક કરીને, રેશનકાર્ડ નંબર દાખલ કરીને જાણી શકો છો. હવે, આ એપ્લીકેશનની મદદથી આપનો મોબાઈલ નંબર રેશનકાર્ડ સાથે સીડ કરાવી શકો છો.

લાભાર્થી પોતાની ફરિયાદ હેલ્પલાઈન નંબર 1800-233-5500, 1967, 14445 તેમજ “My Ration” મોબાઈલ એપ્લીકેશન દ્વારા નોંધાવી શકશે.

તમને મળવાપત્ર જથ્થો જાણોઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *